Sunday, April 27, 2008

બ્લૉગ માં અમુક લાઇનોનોં ને હાઈલાઈટ કઈ રીતે કરશો?

How to highlight your text in your blog article

આપણે જ્યારે કોઈ પુસ્તક વાંચતા હોઈયે અને ત્યારે એ પુસ્તક માંથી કોઈ લાઈન આપણ ને બહુ ગમી જાય તો આપણે હાઈલાઈટર પેન થી એ લાઈનોં પર નિશાન લાગાવી દઈયે છીએ જેનાથી ભવિષ્ય માં આપણ ને એ લાઇનો ને શોધવી હોય તો તરત મળી જાય
પણ જ્યારે બ્લૉગ લખતી વખત આપણે કોઈ લાઈનોં ને ...આવી રીતે હાઈલાઈટ કરવી હોય તો શું કરવુ જોઈયે?...
આ રીતે અમુક લાઇનો ને હાઇલાઈટ કરવાનુ શીખવવા માટે અહીં પધારો

Wednesday, November 28, 2007

પ્રિય પપ્પા હવે તો તમારા વગર.....

આજે નેટ પર ગુજરાતી સાઈટ ખંગાળતા અચાનક જ ડૉ મેહુલ ચોકસી ની લખેલી અને મેહુલ સુરતી દ્વારા સંગીતબદ્ધ રચના ... પ્રિય પપ્પા હવે તો તમારા વગર સાંભળવા મળી. છેલ્લી પંક્તિયોં માં તો રડવુ આવી ગયો. ગીત ના ઘણા શબ્દો સમઝાયા નહીં પણ ગીત ના ભાવ એના આનંદ માં વાંધો આવા દીધો નથી.

હું મારા મિત્ર અનુરોધ કરૂં છે કે મને આ કવિતા(Lyric) જોઈયે છે। અને આ ગીત કોણે ગાયુ છે અની પૂરી વિગત મને કોઈ મોકળ શકશે તો હું મનો આભારી હોઈશ॥ અને સંભવ હો તો Mp3 ફોરમેટ માં ગીત પણ...
ધન્યવાદ

sagarnahar@gmail.com ને મેલ અથવા નીચે કમેંટ ના રૂપ માં મોકલી શકશો

Sunday, November 12, 2006

અભિયાને લૂટી લીધો

૧૯૮૯ માં જ્યારે પહેલી વાર ગુજરાત ની પાવન ધરતી પર પહેલો કદમ મુક્યો ત્યાર થી ગુજરાત ના પ્રેમ ના લીધે મન થી જાણે ગુજરાતી થઈ ચુક્યો છૂઁ વ્યવસાય ના લીધે ઘંણી મુશ્કેલી થી સુરત છોડી ને અહીં હૈદરાબાદ આવો પડ્યો.
જ્યારે સૌથી પહેલા પન્ના લાલ પટેલ ની મળેળા જીવ વાંચી ત્યારથી ગુજરાતી પત્ર પત્રિકાઓં નો જબરો શોખ વળગી ગયો, અહીં હૈદરાબાદ માં ગુજરાતી હિન્દી પુસ્તકોં આસાની થી મળતા નથી, પણ વર્ષોં થી આપણે એક વણલખ્યો નિયમ બનાવેલો છે કે ગમે તે રીતે અને જ્યાં પણ હોઊઁ ચિત્રલેખા, અભિયાન, ચંદન અને સફારી નો દીવાળી અંક ખરીદી ને વાંચવાનો જ. આ વખતે ઘણી મુશ્કિલ થી અને કેટલી શોધ ખોળ કર્યા પછી જ્યારે ચિત્રલેખા અને અભિયાન ના દીવાળી અંક હાથ માં આવ્યા ત્યારે એટલો બધો આઘાત લાગેલો કે પૂછો નહીં. આ વખતે અભિયાન ની કિંમત હતી ૪૫/- રુપિયા અને પુસ્તક ની માં પાના હતા કુલ્લે ૨૬૮, એમાંથી લગભગ ૧૫૨ પાનાં માં જાહેરાત છે. અને જેટલા પાના વાંચવાની સામગ્રી છે એ પણ સાવ વાહિયાત છે. વાર્તાઓં સાવ નિમ્ન કક્ષા ની તો પ્રેમ ના નામ પર લખેલા લેખો સાવ ઉતરતી કક્ષા ના છે. અરે તંત્રી ભૂપત વડોદરિયા ની લખેલી વાર્તા " નામ વગર નો સંબંધ " માં તંત્રી શૂં કહેવા માંગે છે ખબર પડતો નથી સાવ ચાલૂ વાર્તા વાચકો ના માથે મારી છે તંત્રીશ્રીએ .
૨૬૮ પાનાં માંથી ૧૧૦ પાનાં માં તો ફુલ પેજ ની, લગભગ ૧૯ પાના માં અડધા પેજ ની અને ૧૭ પાનાં માં ચૌથા ભાગ ના પેજ ની જાહેરાતો છે થોડી ઘણી નાનીનાની જાહેરાતો તો છે જ, જાહેરાતો હોય એમાં વાંધો અથી પણ જાહેરાતો નાં પાનાં ના રુપિયા પણ વાચકોં પાસે થી પડાવવાના?
અભિયાને નિરાશ તો કર્યો જ છે લૂટી પણ લીધો છે, જિંદગી માં હવે થી ક્યારેય અભિયાન પાછળ પઈસા નહીં બગાડૂં

Wednesday, April 19, 2006

અમેરિકા અને આપણે

અહીં સિકન્દરાબાદ માં ગુજરાતી છાપાં મળતા નથી, ગયા વરસે જ્યારે સુરત આવવાનુ થયો, ગુજરાત સમાચાર ની પુર્તી ની પસ્તી બે કિલો જેટલી ઉચકી લઈ આવ્યો, એમાં જય વસાવડા નો એક લેખ વાચ્યો. લેખ ખરેખર જોરદાર હતો વિષય હતો અમેરિકા. આપણે અહીં એક રિવાજ છે કે આપણે જ્યારે ભારતીય સંસ્કૃતિ ની વાતો કરતા હોઇયે જ્યારે વિદેશ ને ખાસ કરી ને અમેરિકા ને ગમે તેમ બદનામ કરવાનો એકેય મોકો ચુકતા નથી.જય વસાવડા નો કહેવાનો આશય હતો કે જેટલા માઈનસ પોઈંટ ભારત માં છે, એટલા અમેરિકા માં પણ છે, જ્યારે આપણે ત્યાં ના ડેટ રેપ ની વાત કરિયે છે ત્યારે એ કેમ ભુલી જઈયે છેકે વિશ્વ મા દહેજ ના કારણે જેટલી છોકરીયોં ની મૃત્યુ થાય છે એટલી કોઇ પણ દેશ માં તથી નથી. જય ભાઈએ એ લેખ મા ઘણાં બધા કારણ બતાવ્યા છે જે ખરેખર આપણે અમેરિકા થી શીખવા જેવા છે.
આપનો શું કહેવુ છે; આપણે વિદેશ થી શીખવા જેવી વસ્તુ શીખવી જોઇયે કે આપણે એમ માનવુ જોઈયે કે ભારત દેશ સર્વ શ્રેષ્ઠ છે જેને કઈ જ શીખવા ની જરુરત જ નથી?

Saturday, April 08, 2006

બધા દોસ્તો ને જે શ્રી કૃષ્ણ, જે જિનેન્દ્ર,પહેલી વાર જગુજરાતી મા૬ લખુ છું, ગલતી હોય તો માફ કરજો, પન્કજ ભાઇ ની જેમ હુઁ પણ મારવાડી છુઁ, સુરત માઁ ૧૫ વર્ષ રહી ગયા પછી અત્યારે ધન્ધાકીય મજબૂરી ના લીધે સિકન્દરાબાદ માઁ છુઁ, પણ લાગે છે કે મન હજી સુરત માઁ છૂટી ગયો છે. ખરેખર ગુજરાત ના જેવા લોકો ક્યાઁય નથી જોયાઉર્દૂ માઁ બહુ પહેલા એક શેર વાંચ્યો હતો
बहुत शोर सुनते थे पहलु में दिल का
काटा तो कतरा-ए- खूँ ना निकला જે
વો હાલ અંહી છે, સુરત માં હતો ત્યારે વાંચતા હતા કે ચન્દ્રા બાબુએ હૈદરાબાદ ને સ્વર્ગ જેવુ બનાવી દિધો છે, અંહી આવી ગયા પછી લાગે કછે કે બધી મીડીયા ની ફેકમ ફાક હતી, સિકન્દરાબાદ ના અમુક પરાઁ તો નરક કરતા પણ ખરાબ હાલત માં છે. ખરેખર ગુજરાત જેવુ કોઇ નથી,અહીં સુરત ની જેમ રાત્રે ૨ વાગે ગમે ત્યાં નિકળાતો નથી, સુરત ની ઘારી અને ખમણ માટે તરસી ગયો છું, સુરત ક્યારે જવાશે ખબર નથી,અહીં કોઇ ગુજરાતી મળે ત્યારે જાણ કોઇ સગો મળી ગયો હોય તેમ લાગે છે.હિન્દિની માં ટાઇપ કરવુ જરા અઘરુ લાગે છે, હિન્દી માં જેમ બરહા છે તેમ ગુજરાતી મં પણ કોઇ સોફ્ટ વેર હોય તો વધારે મજા આવશે.
ફરી ક્યારેક્ અલક મળક ની વાતો કરીશું.
સાગર ચન્દ નાહર