Saturday, April 08, 2006

બધા દોસ્તો ને જે શ્રી કૃષ્ણ, જે જિનેન્દ્ર,પહેલી વાર જગુજરાતી મા૬ લખુ છું, ગલતી હોય તો માફ કરજો, પન્કજ ભાઇ ની જેમ હુઁ પણ મારવાડી છુઁ, સુરત માઁ ૧૫ વર્ષ રહી ગયા પછી અત્યારે ધન્ધાકીય મજબૂરી ના લીધે સિકન્દરાબાદ માઁ છુઁ, પણ લાગે છે કે મન હજી સુરત માઁ છૂટી ગયો છે. ખરેખર ગુજરાત ના જેવા લોકો ક્યાઁય નથી જોયાઉર્દૂ માઁ બહુ પહેલા એક શેર વાંચ્યો હતો
बहुत शोर सुनते थे पहलु में दिल का
काटा तो कतरा-ए- खूँ ना निकला જે
વો હાલ અંહી છે, સુરત માં હતો ત્યારે વાંચતા હતા કે ચન્દ્રા બાબુએ હૈદરાબાદ ને સ્વર્ગ જેવુ બનાવી દિધો છે, અંહી આવી ગયા પછી લાગે કછે કે બધી મીડીયા ની ફેકમ ફાક હતી, સિકન્દરાબાદ ના અમુક પરાઁ તો નરક કરતા પણ ખરાબ હાલત માં છે. ખરેખર ગુજરાત જેવુ કોઇ નથી,અહીં સુરત ની જેમ રાત્રે ૨ વાગે ગમે ત્યાં નિકળાતો નથી, સુરત ની ઘારી અને ખમણ માટે તરસી ગયો છું, સુરત ક્યારે જવાશે ખબર નથી,અહીં કોઇ ગુજરાતી મળે ત્યારે જાણ કોઇ સગો મળી ગયો હોય તેમ લાગે છે.હિન્દિની માં ટાઇપ કરવુ જરા અઘરુ લાગે છે, હિન્દી માં જેમ બરહા છે તેમ ગુજરાતી મં પણ કોઇ સોફ્ટ વેર હોય તો વધારે મજા આવશે.
ફરી ક્યારેક્ અલક મળક ની વાતો કરીશું.
સાગર ચન્દ નાહર

8 comments:

Pankaj Bengani said...

વાહ શુ વાત છે. તમને ગુજરાતી પણ આવડે છે. આશ્ચર્ય પણ થયુ અને હર્ષ પણ થયુ. તમારા બ્લોગને "ઓટલો" મા લઈ લેવામા આવ્યુ છે.

http://www.tarakash.com/otalo

Pankaj Bengani said...

sorry

link is: www.tarakash.com/guj

ધવલ said...

સાગરભાઈ, વાંચીને આનંદ થયો કે સુરતને ખૂબ યાદ કરનારા મારી જેમ તમે પણ છો ! ગુજરાતી બ્લોગજગતમાં સ્વાગત.

ગુજરાતીમાં ટાઈપ કરવા હિંદીની ટુલ (http://hindini.com/tool/gujarati/gujarati.html) તો વાપરી શકો જ છો. ઉપરાંત, બરહા ના નવા વર્ઝન 7.0 થી ગુજરાતી પણ લખી શકાય છે. (http://baraha.com/)

- ધવલ શાહ
http://dhavalshah.com/layastaro/

સુવાસ ટીમ વર્ક said...

સ્‍વાગત શ્રી સાગર ભાઇ , બ્‍લોગ વિશ્વ આપના થકી સમૃદ્ધ બને એવી આશા અને શુભેચ્‍છા.
ફરીદ
www.suvaas.blogspot.com

Siddharth said...

હુ પોતે તો બરોડાનો છુ પરંતુ એક જમાનામાં સુરતમાં બાળપણ વિતાવી ચૂક્યો છું. સુરતી લોકોની વાત કઈક ઓર જ છે, જીવનમાં આનંદ કઈ રીતે ગમે ત્યારે માણી શકાય એ તો એમની પાસેથી જ સિખાય અને એકદમ સાહજિકતાથી ગાળો કઈ રીતે બોલાય એ પણ

સિદ્ધાર્થ

Ajay said...

હલ્લો સાગર,

ગુજરાતી બ્લોગની વાડી માં ફરતા ફરતા તમારા બગીચામાં આવી ચડ્યો. એમાં વાંચ્યું તમે સુરતથી સિકંદરાબાદ આવ્યા છો. હું વલસાડથી હૈદરાબાદ આવ્યો છું. સુરતની ઘારી અને ખમણ નું નામ દીધું ને મન વ્યાકુળ થઈ ગયુ. :)

ગુજરાતી માં લખી શકો છો જાણી આનંદ થયો.

અજય પટેલ
ajay_dataworld@yahoo.com
ajaypatel0908@gmail.com
હૈદરાબાદ

antarman said...

સાગર ભાઈ,
હુઁ લાવણ્યા છુઁ -
હિન્દીની મને ફાવે છે - આજે ગુજરાતી ફોન્ટ મળ્યાઁ તેનો ઉપયોગ કરુઁ છુઁ -
મરી અમ્મા ના કુટુઁબી સુરત ના હતાઁ પછી ૨૦૦ વર્ષોથી મુઁબઈ આવી વસ્યાઁ -
હુઁ ગુજરાતી ને હિન્દી બેઉ, જન્મી ત્યારથી, બોલુઁ છુઁ - સ્કૂલ પણ ગુજરાતી હતી -
આપના લેખો વાઁચ્યાઁ છે ને સરસ લખો છો ! વધાઈ કબૂલજો -
મરો બ્લોગ પણ જોજો -- આવજો !
સ - સ્નેહ,
લાવણ્યા

Madhav Desai said...

Hey, Cool blog,

Do visit my blog www.madhav.in

you will like it for sure.... and would await your comments.