Sunday, November 12, 2006

અભિયાને લૂટી લીધો

૧૯૮૯ માં જ્યારે પહેલી વાર ગુજરાત ની પાવન ધરતી પર પહેલો કદમ મુક્યો ત્યાર થી ગુજરાત ના પ્રેમ ના લીધે મન થી જાણે ગુજરાતી થઈ ચુક્યો છૂઁ વ્યવસાય ના લીધે ઘંણી મુશ્કેલી થી સુરત છોડી ને અહીં હૈદરાબાદ આવો પડ્યો.
જ્યારે સૌથી પહેલા પન્ના લાલ પટેલ ની મળેળા જીવ વાંચી ત્યારથી ગુજરાતી પત્ર પત્રિકાઓં નો જબરો શોખ વળગી ગયો, અહીં હૈદરાબાદ માં ગુજરાતી હિન્દી પુસ્તકોં આસાની થી મળતા નથી, પણ વર્ષોં થી આપણે એક વણલખ્યો નિયમ બનાવેલો છે કે ગમે તે રીતે અને જ્યાં પણ હોઊઁ ચિત્રલેખા, અભિયાન, ચંદન અને સફારી નો દીવાળી અંક ખરીદી ને વાંચવાનો જ. આ વખતે ઘણી મુશ્કિલ થી અને કેટલી શોધ ખોળ કર્યા પછી જ્યારે ચિત્રલેખા અને અભિયાન ના દીવાળી અંક હાથ માં આવ્યા ત્યારે એટલો બધો આઘાત લાગેલો કે પૂછો નહીં. આ વખતે અભિયાન ની કિંમત હતી ૪૫/- રુપિયા અને પુસ્તક ની માં પાના હતા કુલ્લે ૨૬૮, એમાંથી લગભગ ૧૫૨ પાનાં માં જાહેરાત છે. અને જેટલા પાના વાંચવાની સામગ્રી છે એ પણ સાવ વાહિયાત છે. વાર્તાઓં સાવ નિમ્ન કક્ષા ની તો પ્રેમ ના નામ પર લખેલા લેખો સાવ ઉતરતી કક્ષા ના છે. અરે તંત્રી ભૂપત વડોદરિયા ની લખેલી વાર્તા " નામ વગર નો સંબંધ " માં તંત્રી શૂં કહેવા માંગે છે ખબર પડતો નથી સાવ ચાલૂ વાર્તા વાચકો ના માથે મારી છે તંત્રીશ્રીએ .
૨૬૮ પાનાં માંથી ૧૧૦ પાનાં માં તો ફુલ પેજ ની, લગભગ ૧૯ પાના માં અડધા પેજ ની અને ૧૭ પાનાં માં ચૌથા ભાગ ના પેજ ની જાહેરાતો છે થોડી ઘણી નાનીનાની જાહેરાતો તો છે જ, જાહેરાતો હોય એમાં વાંધો અથી પણ જાહેરાતો નાં પાનાં ના રુપિયા પણ વાચકોં પાસે થી પડાવવાના?
અભિયાને નિરાશ તો કર્યો જ છે લૂટી પણ લીધો છે, જિંદગી માં હવે થી ક્યારેય અભિયાન પાછળ પઈસા નહીં બગાડૂં

3 comments:

ePandit said...

બહુત અચ્છા લિખા હૈ ભાઈસા લિખતે રહેં, લિખના બંદ ક્યોં કર દિયા, અગલી કડ઼્ઈ કા ઇન્તજાર હૈ|

:)

kakasab said...

સાગરજી...
બ્લોગની મુલાકાત બદલ તેમજ આપની કોમેન્ટ્સ બદલ ખુબ ખુબ આભાર

ગુજરાતી બ્લોગ જગતે હજી ઘણી પ્રગતી કરવાની છે.. અને તે માટે એક કોમેન્ટ્સ આવી એ પણ ખરેખરે દાદને પાત્ર છે.. સાચુ કહુ તો હજુ ગુજરાતી બ્લોગ જગત ઘણુ પછાત અવસ્થામાં છે.. તેને આ અવસ્થામાંથી બહાર લાવવા માટે તમારા જેવા મહાનુભવોની તાત્તી જરુરીયાત છે..

None said...

આજે જ્યારે નેટ પર ઉંઝા-જોડણીનો પવન ફુંકાયો છે ત્યારે આપ આપના બ્લોગનાં હસ્તાંતરણ (ઉંઝાકરણ) થી બચી જશો તો આનંદ થશે.