Wednesday, April 19, 2006

અમેરિકા અને આપણે

અહીં સિકન્દરાબાદ માં ગુજરાતી છાપાં મળતા નથી, ગયા વરસે જ્યારે સુરત આવવાનુ થયો, ગુજરાત સમાચાર ની પુર્તી ની પસ્તી બે કિલો જેટલી ઉચકી લઈ આવ્યો, એમાં જય વસાવડા નો એક લેખ વાચ્યો. લેખ ખરેખર જોરદાર હતો વિષય હતો અમેરિકા. આપણે અહીં એક રિવાજ છે કે આપણે જ્યારે ભારતીય સંસ્કૃતિ ની વાતો કરતા હોઇયે જ્યારે વિદેશ ને ખાસ કરી ને અમેરિકા ને ગમે તેમ બદનામ કરવાનો એકેય મોકો ચુકતા નથી.જય વસાવડા નો કહેવાનો આશય હતો કે જેટલા માઈનસ પોઈંટ ભારત માં છે, એટલા અમેરિકા માં પણ છે, જ્યારે આપણે ત્યાં ના ડેટ રેપ ની વાત કરિયે છે ત્યારે એ કેમ ભુલી જઈયે છેકે વિશ્વ મા દહેજ ના કારણે જેટલી છોકરીયોં ની મૃત્યુ થાય છે એટલી કોઇ પણ દેશ માં તથી નથી. જય ભાઈએ એ લેખ મા ઘણાં બધા કારણ બતાવ્યા છે જે ખરેખર આપણે અમેરિકા થી શીખવા જેવા છે.
આપનો શું કહેવુ છે; આપણે વિદેશ થી શીખવા જેવી વસ્તુ શીખવી જોઇયે કે આપણે એમ માનવુ જોઈયે કે ભારત દેશ સર્વ શ્રેષ્ઠ છે જેને કઈ જ શીખવા ની જરુરત જ નથી?

2 comments:

ધવલ said...

"Patriotism is your conviction that this country is superior to all other countries because you were born in it."
- George Bernard Shaw

સુંદર વાત કરી છે, સાગરભાઈ. કાગડા બધેય કાળા રહેવાના. બધા દેશમાં પોતાના સારા અને ખરાબ મુદ્દા હોવાના જ. હું ભારતમાં મોટો થયો અને હવે અમેરિકામાં રહું છું. કેટલીય વાતો એવી છે કે અમેરિકાએ ભારત પાસેથી શીખવા જેવી છે અને એવી પણ કેટલીય વાતો છે કે જે ભારતે અમેરિકા પાસેથી શીખવા જેવી છે. મારા પોતાના મતે આખા દેશની વાત (અને એમાંથી વિવાદ) કરવાને બદલે આપણે પોતે જ જે સારી લાગે તે વાત અપનાવીએ એ જ ઘણું છે.

Jayshree said...

I agree, Dhavalbhai..

There are many things which are worth learning from American Culture, Education, Society, etc...

But Still, there are many things which are not worth accepting the way it is in USA.

I dont think we should blame Americans or American Culture for westernization in India. Whatever we or today's generation has accepted from them, is with our own willingness. We are independent now and american culture is not imposed on us. We have to decide what to accept and what not from them.